ICICI બેંકના પૂર્વ મેનેજિંગ ડાયરેક્ટર ચંદા કોચર હવે લોન ફ્રોડ કેસમાં સકંજામાં આવી રહ્યા છે. આ કેસની તપાસ કરી રહેલી સીબીઆઈએ કોચર, તેમના પતિ દીપક કોચર અને વીડિયોકોનના પ્રમોટર વેણુગોપાલ ધૂત વિરુદ્ધ પ્રથમ ચાર્જશીટ દાખલ કરી છે. આ સિવાય સીબીઆઈની ચાર્જશીટમાં 6 વધુ લોકોના નામ પણ છે.
આ કેસની તપાસ કરી રહેલી સીબીઆઈનું કહેવું છે કે વેણુગોપાલ ધૂતે ચંદા કોચરના પતિ દીપક કોચરની કંપનીમાં રોકાણ કર્યું હતું. તેના બદલામાં ચંદા કોચરે પોતાના પદનો લાભ ઉઠાવીને વીડિયોકોન ગ્રુપની કંપનીઓને ગેરકાયદેસર રીતે લોન આપી હતી.