ભાજપે મંગળવારે દિવંગત અરુણ જેટલીની યાદમાં શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કર્યું હતું. દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં અરુણ જેટલીને યાદ કરીને વડાપ્રધાન ભાવુક બન્યા હતા. મોદીએ કહ્યું કે મેં એક ગાઢ મિત્ર ગુમાવી દીધો છે. ક્યારેય વિચાર્યું પણ નહોતું કે આ દિવસ જોવાનો વારો આવશે. મારું દુર્ભાગ્ય છે કે એક સારા, જૂના અને ઉંમરમાં નાના દોસ્તને શ્રદ્ધાંજલિ આપવાનો વારો આવ્યો. તેમના અંતિમ દર્શન ન કરી શક્યો તેનો બોજ મારા મન પર હંમેશાં રહેશે. જેટલી ફક્ત દેશ કાજે જ વિચારતા હતા. તેમને તેમના આરોગ્ય નહીં પણ દેશની ચિંતા થતી હતી. જાહેર જીવનમાં આવું વ્યક્તિત્વ હોવું જરૂરી છે. તેમણે તેમના સપના દેશ માટે ખપાવી દીધા હતા.