ગીરગઢડા નજીક આવેલા બાબરિયા રેન્જમાં આવેલા ફરેડા ગામે મૃત સિંહણ બાળ મળી આવતા સિંહપ્રેમીઓમાં રોષની લાગણી ફેલાઈ છે. તેમજ લોકમુખે અનેક ચર્ચાઓએ જોર પકડયું છે. ઉનાના ગીરગઢડા તાલુકાના ફરેડા ગામની જીવાભાઈ પાંચાભાઈના ખેતરમાં આંબાના બગીચામાં આંબાના ઝાડ નીચે એક સિંહણ બાળનો મૃતદેહ પડયાની માહિતી ગ્રામજનોને થતા ત્યાં દોડી આવ્યાં હતાં. આ અંગે વનવિભાગને જાણ કરાતા સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. અધિકારીઓએ સ્થળ ઉપર નિરિક્ષણ કરતા અંદાજીત ૪થી ૫ મહિનાની માદા સિંહણ બાળ હોવાનું અને બિમારીથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન કરી રહ્યાં છે. હાલ તો મૃતદેહને પીએ કરવા જંગલખાતાની કચેરીમાં લઈ જવાયો છે. આ સમાચારથી સિંહપ્રેમીઓ સ્તબ્ધ બની ગયા છે.