દિવંગત કેન્દ્રીય મંત્રી રામવિલા પાસવાનના પાર્થિવ શરીરને શુક્રવારે બપોરે બે વાગ્યે પટના ખાતે લાવવામાં આવશે. એરપોર્ટથી તેમના મૃતદેહને લોક જનશક્તિ પાર્ટીના પ્રદેશ કાર્યાલય ખાતે અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. દિવંગત નેતાના પાર્થિવ શરીરને પટના લોજપા કાર્યાલયથી વિધાનસભા લાવવામાં આવશે. આ પહેલા સ્વર્ગીય પાસવાનના પાર્થિવ શરીરને અંતિમ દર્શન માટે સવારે 10 વાગ્યા તેમના આવાસ 12 જનપથ ખાતે રાખવામાં આવશે. શનિવારે એટલે કે 10 ઓક્ટોબરના રોજ તેમના અંતિમ સંસ્કાર પટના ખાતે જ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે મોદી કેબિનેટમાં ગ્રાહક, ખાદ્ય અને જાહેર વિતરણ બાબતોના મંત્રી રામવિલાસ પાસવાનની તબિયત સતત બગડી રહી હતી. દિલ્હીની એક ખાનગી હૉસ્પિટલમાં ત્રીજી ઓક્ટોબરના રોજ રાત્રે તેમની હૃદયની સર્જરી કરવામાં આવી હતી. 24 ઓગસ્ટ બાદ સતત તેમની તબિયત ખરાબ રહી હતી. છેલ્લા થોડા અઠવાડિયાથી તેઓ હૉસ્પિટલમાં દાખલ હતા.