મુંબઈ ભાજપના પ્રમુખ મંગલ પ્રભાત લોઢા મુંબઈમાં રીઅલ એસ્ટેટમાં અગ્રગણ્ય મેક્રોટેક ડેવલોપર્સ નામે કંપનીના માલિક છે, જે પૂર્વ મુંબઈમાં લોઢા ડેવપર્સ તરીકે પણ જાણીતી છે. આ કંપનીમાંથી ચારસો કર્મચારીઓને છૂટા કરી દેવાયા છે, જેનું કારણ એ અપાયું છે કે કર્મચારીઓના કામકાજ અને તેમના પ્રદર્શનને ધ્યાનમાં રાખતા આ નિર્ણય લેવાયો છે. ભાજપના નેતાની કંપનીએ 400 કર્મચારીઓને છૂટા કર્યા
આ સંદર્ભે મેક્રોટેક ડેવલોપર્સના પ્રવક્તાએ જણાવ્યું છે કે, તેમની કંપની વિવિધ પ્રોજેક્ટ્સમાં પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રીતે પચાસ હજાર જેટલા લોકોને રોજગાર પૂરો પાડે છે. આ છટણી તેમના વાર્ષિક આકલનનો ભાગ છે, જેમાં કર્મચારીઓના પ્રદર્શનને ધ્યાનમાં રખાયું છે.’ પરંતુ સૂત્રો કહી રહ્યા છે કે મોટાભાગે લોઢા ડેવલપર્સમાં કામ કરતા જુનિયર લેવલના કર્મચારીઓને છૂટા કરાયા છે.
સૂત્રો એમ પણ કહી રહ્યા છે કે લોઢા ડેવલપર્સે આ નિર્ણય કંપનીના દેવાને કારણે લેવો પડ્યો છે. કહેવાઈ રહ્યું છે આ કંપનીનું દેવું 25,600ને પાર થઈ ગયું છે. બીજી તરફ તેમના પ્રોજેક્ટ્સનું જોઈએ એવું વેચાણ નથી થઈ રહ્યું, જેને કારણે મુંબઈ ભાજપના પ્રમુખની આ કંપનીએ ચારસો લોકોને છૂટા કરવા પડ્યા છે.