કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીના પરિવારનો ગઢ કહેવાતી અમેઠી લોકસભા બેઠક પર તેમના પરાજયનું કારણ શોધનારી બે સભ્યોની સમિતિએ જણાવ્યું કે, સમાજવાદી પાર્ટી(સપા) અને બહુજન સમાજ પાર્ટી (બસપા)નો સહયોગ ન મળવાના કારણે તેમનો પરાજય થયો છે. યુપીએના અધ્યક્ષા સોનિયા ગાંધીના રાયબરેલીમાં તેમના પ્રતિનિધિ સચિવ જુબેર ખાન અને કે.એલ. શર્માએ સ્પષ્ટ રીતે જણાવ્યું કે, સપા અે બસપાના અમેઠી એકમે કોંગ્રેસને સપોર્ટ આપ્યો ન હતો. તેમના એક મોટા વર્ગના વોટ ભાજપને મળ્યા છે.
એક સ્થાનિક નેતાએ જણાવ્યું કે, "સરળ ગણિત છે. રાહુલ ગાંધીને 2014ની લોકસભા ચૂંટણીમાં 4.08 લાખ વોટ મળ્યા હતા, જ્યારે 2019ની ચૂંટણીમાં તેના કરતાં વધુ 4.13 લાખ વોટ મળ્યા છે. 2014માં બસપાના ઉમેદવારને 75,716 વોટ મળ્યા હતા. જો 2019ની ચૂંટણીમાં આ વોટ રાહુલ ગાંધીને મળ્યા હોત તો કોંગ્રેસનો વિજય પાકો હતો. ભાજપના સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને 55,000 વોટના અંતરથી હરાવ્યા છે."