ભાજપની તોડ જોડની નીતિ પૂરા જોશમાં છે હજી જ્યાં સત્તા નથી ત્યાં સત્તા મેળવા માટે સતત સક્રિયતા બતાવવામાં આવી છે. સિક્કિમની મુખ્ય પાર્ટી સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટ (SDF)ના 10 ધારાસભ્યો મંગળવારે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં સામેલ થઈ ગયા. પૂર્વ મુખ્યમંત્રી પવન કુમાર ચામલિંગ સહિત 4 અન્ય ધારાસભ્યોને બાદ કરતાં બાકીનાતામામ ધારાસભ્યોએ દિલ્હી આવીને ભાજપનું સભ્યપદ લીધું. ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા અને મહાસચિવ રામ માધવે તેમને પાર્ટીનું સભ્યપદ અપાવ્યું. સિક્કિમમાં ભાજપ હજુ સુધી પોતાનું ખાતું નહોતું ખોલાવી શક્યું, પરંતુ એસડીએફના 10 ધારાસભ્યો પાર્ટીમાં જોડાતા ભાજપની તાકાત વધી ગઈ છે.
અત્રે નોંધનીય છે કે સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટે સિક્કિમમાં 25 વર્ષ સુધી શાસન કર્યુ. સિક્કિમ વિધાનસભા ચૂંટણી 2019માં પવન કુમાર ચામલિંગની પાર્ટી એસડીએફના 15 ધારાસભ્યો જીત્યા હતા. બીજી તરફ, ભાજપ એક સીટ પણ જીતી નહોતું શક્યું. પરંતુ એસડીએફના 15માંથી 10 ધારાસભ્યો પાર્ટીમાં જોડાતા ભાજપ એક જ ઝાટકે ઝીરોમાંથી 10 થઈ ગઈ છે.