શહેરના ચંડોળા તળાવ વિસ્તારમાં તંત્ર દ્વારા મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. અસંખ્ય ગેરકાયદે બાંધકામોને તોડી પાડવામાં આવી રહ્યાં છે. આ દરમિયાન મોટી સંખ્યામા પોલીસ કાફલો ગોઠવવામાં આવ્યો છે.
બાંગ્લાદેશીઓ વિરૂદ્ધ જે ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે, તે અંતર્ગત ચંડોળા તળાવ વિસ્તાર સહિત શહેરના અન્ય વિસ્તારમાં પણ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે અને કેટલીક જગ્યાએ સફળતા પણ મળી રહી છે. અત્યાર સુધીમાં 190થી વધુ બાંગ્લાદેશી નાગરિકોની ઓળખ થઈ ગઈ છે અને હવે તેના ડિપોર્ટેશનની કામગીરી પોલીસ હાથ ધરશે. - જી.એસ.મલિક, પોલીસ કમિશનર