વિકાસની વણથંભી વણઝારને આગળ ધપાવનારી ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર આજે બજેટ રજૂ કરશે. નાણાપ્રધાન કનુ દેસાઇ નાણાકીય વર્ષ 2024-25નું બજેટ રજૂ કરશે. એવું મનાઇ રહ્યું છે કે આ વખતે ભૂપેન્દ્ર પટેલ સરકાર પાછલા વર્ષોની સરખામણીએ અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ રજૂ કરી શકે.
ગુજરાત સરકારનું બજેટ આગામી 25 વર્ષના રોડ મેપ સાથેનું હશે, જેમાં સરકારનું વિઝન જોવા મળશે. બજેટમાં મહિલાઓ, યુવાનો અને નોકરીયાત લોકો માટે અનેક મહત્વપૂર્ણ જાહેરાતો થઇ શકે છે. રાજ્ય સરકાર દ્વારા કેટલાક અગત્યના પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવે તેવી પણ શક્યતા છે.