કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને તેમની ટીમ સાથે શુક્રવારે દેશની અર્થવ્યવસ્થા અંગે મીડિયાને સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું કે હાલમાં વિશ્વમાં મંદીનો માહોલ છે. ચીન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોરને પરિણામે જ આ મંદીનો માહોલ ઊભો થયો છે. હાલમાં દુનિયાના તમામ દેશો વત્તા-ઓછા પ્રમાણમાં મંદીનો સામનો કરી રહ્યા છે. સુધારો નિરંતર ચાલતી એક પ્રક્રિયા છે. દેશોની સ્થિતિમાં સતત સુધારો થઈ રહ્યો છે. ભારતની આર્થિક સ્થિતિ અન્ય દેશોની સરખામણીએ વધારે સારી છે. તેમણે જણાવ્યું કે, સરકાર દ્વારા એફપીઆઈમાં સરચાર્જ ઘટાડવામાં આવ્યો છે, પાંચ લાખ કરોડની રોકડ પુરાંત જાહેર કરાઈ છે જેથી રોકડની સમસ્યાનો ઉકેલ આવે. તે ઉપરાંત મોટી કંપનીઓ માટે સૌથી મોટી જાહેરાત કરતા જણાવ્યું કે, સીએસઆર વાયોલેશનને ક્રિમિનલ ઓફેન્સ નહીં ગણવામાં આવે. તે સમાજ સાથે જોડાયેલા પ્રવૃત્તિ હોવથી તેને સિવિલ ઓફેન્સ ગણાશે. આ સિવાય પણ તેમણે અર્થતંત્રને વેગ આપવા અને મંદીથી બચાવવા માટે એક્શન પ્લાન રજૂ કર્યો હતો.