Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આજે મળેલી કેબિનેટ બેઠકમાં કેટલાક મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેમાં વિશેષ કરીને વયોવૃદ્ધ લોકો માટે એક મહત્ત્વનો નિર્ણય લેવાયો છે.  કેબિનેટ બેઠકમાં 70 વર્ષથી વધુ ઉંમરના તમામ વૃદ્ધોને 'આયુષ્માન યોજના' માં સામેલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
કેન્દ્રીયમંત્રી અશ્વિની વૈષ્ણવે આ અંગે વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે, હવે 70 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોને આયુષ્માન યોજનામાં સામેલ કરવામાં આવ્યા છે. આ નિર્ણયનો હેતુ 4.5 કરોડ પરિવારોના 6 કરોડ વરિષ્ઠ નાગરિકોને 5 લાખ રૂપિયાના મફત આરોગ્ય વીમા કવચ સાથે લાભ આપવાનો છે. સરકારે કહ્યું કે, આ યોજના હેઠળ લાભાર્થી પાત્રોને એક નવું અલગ કાર્ડ આપવામાં આવશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ