દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મોટી જાહેરાત કરી છે. કેજરીવાલની જાહેરાત પ્રમાણે હવે દિલ્હીનું પોતાનું અલગ શિક્ષણ બોર્ડ હશે. ઉલ્લેખનીય છે કે હાલમાં દિલ્હીમાં ફક્ત CBSE/ICSE બોર્ડ જ છે. આ પ્રમાણે જ ત્યાં અભ્યાસ કરાવવામાં આવે છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રેસ કૉન્ફરન્સ કરીને આ જાહેરાત કરી હતી.
દિલ્હીના અલગ શિક્ષણ બોર્ડ માટે અરવિંદ કેજરીવાલ સરકારની કેબિનેટે મંજૂરી આપી દીધી છે. સીએમ અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે, વર્ષ 2021-22માં અમુક સ્કૂલોમાં નવા બોર્ડ હેઠળ અભ્યાસ કરાવવામાં આવશે. નોંધનીય છે કે દિલ્હી ઉપરાંત અન્ય રાજ્યોમાં પોતાના અલગ અલગ બોર્ડ છે. એટલું જ નહીં, તે પ્રમાણે જ અભ્યાસ કરાવવામાં આવે છે. હવે આ જ રીતે દિલ્હી સરકારે પોતાનું અલગ બોર્ડ બનાવવાની જાહેરાત કરી છે.