RTE એક્ટ અંતર્ગત બાળકોના મફત અને ફરજીયાત શિક્ષણના અધિનિયમ-2009ની કલમ-16માં ભારત સરકારે 10મી જાન્યુઆરી-2019ના રોજ મહત્ત્વનો સુધારો કરતા રાજ્ય સરકારે પણ તા.21/09/2019ના રોજ જાહેરનામુ બહાર પાડીને બાળકોને મફત શિક્ષણનો અધિકાર નિયમો-2012ના નિયમ-24માં મહત્ત્વનો સુધારો કર્યો છે.
આ સુધારાના પરિણામે મહત્ત્વનો ફેરફાર થશે. આ ફેરફાર અંતર્ગત દરેક શૈક્ષણિક વર્ષને અંતે ધોરણ-5 અને ધોરણ-8માં વર્ષાંત(વાર્ષિક) પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષામાં વિદ્યાર્થી જો નાપાસ થાય તો વાર્ષિક પરીક્ષા પછીના બે માસના સમયગાળા દરમિયાન વધારાનું શિક્ષણ પૂરું પાડી પરીક્ષાની વધુ એક તક આપવામાં આવશે. તેમાં પણ જો નાપાસ થાય તો તેને નાપાસ કરવામાં આવશે. આ પરીક્ષાઓ જી.સી.ઈ.આર.ટી. દ્વારા લેવામાં આવશે. આ જોગવાઈનો અમલ શૈક્ષણિક વર્ષ 2019-20થી કરાશે.
આ પરીક્ષાઓમાં નાપાસ થયેલ બાળક અન્ય શાળામાં પ્રવેશ મેળવે તેવા સંજોગોમાં ઉંમર આધારિત પ્રવેશને બદલે તે બાળક જે ધોરણમાં નાપાસ થયેલ હોય તે જ ધોરણમાં પુનઃપ્રવેશ આપવાનો રહેશે. પ્રાથમિક શાળામાં દાખલ કરેલ કોઈપણ બાળકને પ્રાથમિક શિક્ષણ પૂરું થતાં સુધીમાં આ સિવાયના કોઈપણ કારણોસર કોઈ ધોરણમાં રોકી શકાશે નહિં. ઉપરાંત કોઈ બાળકને પ્રાથમિક શિક્ષણ પુર્ણ ન થાય ત્યાં સુધી શાળામાં કાઢી શકાશે નહિં. આ મહત્ત્વના સુધારાને પરિણામે રાજ્યની પ્રાથમિક શાળાઓની ગુણવત્તામાં મહત્ત્વનો સુધારો જણાશે. આ સુધારાનો અમલ રાજ્યની તમામ સરકારી તથા ગ્રાન્ટેડ અને ખાનગી પ્રાથમિક શાળાઓએ કરવાનો રહેશે.