ઇઝરાયલ અને હમાસ વચ્ચે લગભગ બે વર્ષ કરતાં પણ વધુ સમયથી ચાલી રહેલા યુદ્ધનો રવિવારે અસ્થાયી રૂપે અંત આવ્યો. આ સાથે, ગાઝામાં ચાલી રહેલો ભયંકર વિનાશ અને નરસંહાર અટકી ગયો છે. યુદ્ધવિરામ કરાર હેઠળ હમાસ દ્વારા 3 ઇઝરાયલી બંધકોને મુક્ત કરવામાં આવ્યા હતા અને તે ઇઝરાયલ પહોંચી પણ ગયા છે. મુક્ત કરાયેલા તમામ બંધકો મહિલાઓ હતી. હવે, કરાર હેઠળ, ઇઝરાયલે 90 પેલેસ્ટિનિયન કેદીઓ અને અટકાયતીઓને પણ મુક્ત કર્યા છે.