કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ ફરી મોદી સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યા છે.
મોદી સરકારની સતત ટીકા કરી રહેલા રાહુલ ગાંધીએ આ વખતે નોટબંધીના મુદ્દે નિશાન સાધ્યુ છે.રાહુલ ગાંધીએ કહ્યુ છે કે, ચાર વર્ષ પહેલા લાગુ કરાયેલી નોટબંધી અનઓર્ગેનાઈઝડ સેક્ટર પરનુ આક્રમણ હતુ.તેની પાછળનો ઈરાદો આ સેક્ટરમાંથી રોકડ રકમ કાઢવાનો હતો.નોટબંધીથી કોઈ ફાયદો થયો નથી.આખા દેશે તેની સામે લડવાની જરુર છે.
રાહુલ ગાંધીએ કહ્યુ છે કે, નોટબંધી હિન્દુસ્તાનના ગરીબો, ખેડૂતો, મજૂરો અને નાના દુકાનદારો પરનુ આક્રમણ હતુ.નોટબંધી પછી આખુ ભારત બેન્કો સામે જઈને ઉભુ રહ્યુ હતુ.દરેકે પોતાના પૈસા બેન્કમાં જમા કરાવ્યા હતા પણ એ પછી શું કાળુ નાણુ ખતમ થયુ ...ના નથી થયુ.ભારતની ગરીબ જનતાને નોટબંધીનો કોઈ ફાયદો મળ્યો નથી.