દેશમાં વધી રહેલા કોરોના વાઇરસના કેસોની વચ્ચે કેન્દ્ર સરકારે ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ ૩૦ સપ્ટેમ્બર સુધી લંબાવી દીધો છે. જોકે સરકારે વંદે ભારત મિશન હેઠળ સ્પેશિયલ ફ્લાઇટ્સની અવરજવરની તથા અમેરિકા, જર્મની, ફ્રાન્સ અને બ્રિટન જનારી ફ્લાઇટ્સને છૂટ આપી છે. તે ઉપરાંત યાત્રીઓ માટે ફ્રી પેક્ડ નાસ્તો, ભોજન અને પીણા લઈ જવાની પણ મંજૂરી અપાઈ છે. અનલોક-૪ હેઠળ ગૃહમંત્રાલયે આ દિશા-નિર્દેશ જારી કર્યાં છે. ડીજીસીએએ એક નિવેદન જારી કરીને જણાવ્યું કે ભારતમાં આવનારી અને જનારી ઇન્ટરનેશનલ કોર્મિશયલ ફ્લાઇટ્સ સેવાઓ પરના પ્રતિબંધને આગળ વધારીને ૩૦ સપ્ટેમ્બર સુધી કરવાનો નિર્ણય લેવાયો છે.