પર્સી બાઈસ શેલીએ કહ્યું છેઃ અવર સ્વીટેસ્ટ સોન્ગ્ઝ આર ધોઝ ધેટ ટેલ ઓફ અવર સેડેસ્ટ થોટ્સ. ભવભૂતિએ કરૂણસરને શ્રેષ્ઠ રસ કહ્યો છે. નરસિંહરાવ ભોળનાથ દિવેટિયાએ કહ્યું છે, આ વાદ્યને (નભોદિને) કરૂણ ગાન વિશેષ ભાવે. માનવીના જીવનના અનસરો જીવન, લગ્ન, બાળજન્મ, મૃત્યુ વગેરે સાસામાઠા પ્રસંગો આવે છે. મૃત્યુ અચાનાક માનવીને ઉપાડીને ઊંચકી જાય છે અને પેલા પામર માનવીની તમામ યોજનાઓ તો ઘડીના છઠ્ઠા ભાગમાં ઊંધી વળી જાય છે. ભારતીય સમાજે દરેક ઘટનાને ડ્રામેટાઈઝ કરીને તેને એપ્લોમ્બ સાથે ઊજવવાની પરંપરા વિકસાવી છે. બાળક જન્મે એ પછી છઠ્ઠીને દહાડે ઓળીઝોળી પીપળપાન ફોઈએ પાડ્યું પિંન્કી નામ કરીને વિશેષ નામના ક્રાઈસ્ટનિંગને પણ ઊજવવામાં આવે છે. બાળક દ્ધિજ બને ત્યારે તેને બડવો કરીને તથા તેને ખભે દંડ અને પોટકી મૂકીને મામાભાણેજના રેસ લગાવવામાં આવે છે. હિન્દી સિનેમાએ ભૈયા રાજા બજાયેગા બાજા અને ભૈયા મેરી રાખી કે બંધન કો નિભાના જેવાં ચાલુ ગાયનો વડે આપણી સામાજિક પરંપરાને વરવી બતાડી છે. દેશી ફિલ્મવાળાઓ જેને જેને હાથ અડકાડે છે તેને તેને તેઓ વલ્ગર બનાવી મૂકે છે. મૃત્યુને પણ.
આમાં કદાચ કલ્પના લાજમીની (ટીવી માટે તેમણે જેન ઓસ્ટિનની વિખ્યાત નવલકથા પ્રાઈડ એન્ડ પ્રેજ્યુડિસ ઉપરથી ઉતારેલી સિરિયલ એકદમ વેજિટેબલ ઘી જેવી હતી) ફિલમ રૂદાલી એક અપવાદ છે. હમણાં જ ડિમ્પલ ખન્ના(ની કાપડિયા)ને કુકુઓકા (જાપાન) ખાતેના 38મી એશિયા પેસિફિક ફિલ્મ ફેસ્ટિવલમાં રૂદાલી માટે શ્રેષ્ઠ અભિનેત્રીનું બિરૂદ મળ્યું હતું. એનેએફડીસીએ મને દૂરદર્શન સંયુક્ત રીતે રૂદાલી ફિલ્મ તૈયારી કરી હતી. તેનો થીમ એકદમ અન્યુઝવલ છે. મૃત્યુ વખતે પ્રોફેશનલ ધોરણે છાતી કૂટનારી, મરસિયા ગાનારી અને ગ્લિસરીનની મદદ વિના બોર બોર જેવડાં સાચ્ચા આંસુ વહાવનારી રૂદાલી એક ઈન્ટિટ્યુશન છે. માનવી મૂળ તો પ્રકૃતિથી જ એક નાટકિયું પ્રાણી છે. સેમ્સન એન્ડ ડેલાઈલામાં ડેડ્ડી લામર નામની એકદમ નવી નટીને લેવામાં આવી ત્યારે તેના ગજાદાર દિગ્દર્શક સેસિલ બી. દમેલને કોઈકે પૂછ્યું. આ છોકરી શુ ધોળવાની છે? દ’મેલે વિશ્વાસપૂર્વક કહેલું, અરે, એમા શું? માણસનું એક્ટીંગ કરવાનું એના જેટલી સહેલી બીજી કોઈ વાત નથી. હેડ્ડી લામર, પછી તો, ફૂટડી ડેલાઈલાના પર્યાય જેવી બની ગઈ.
ગુજરાતમાં અને કાઠીયાવાડમાં એક જમાનામાં મૃત્યુ પછી પોક મૂકવાનું, કાણે જવાનું અને મરસિયા ગાવાનું એક આખું શાસ્ત્ર (સાયન્સ) હતું. એમ તો ધુળેટી વખતે કાનમાંથી કીડા ખરે એવા ફટાણાં (અસલી શુદ્ધ,નિર્ભેળ, અવ્લિલ જોડકણાં) ગાવાનું પણ એક આખું શાસ્ત્ર હતું. દંભી અને સુગાળવા ગુજરાતીઓ એ ક્લાસિક ફટાણાનું કોમ્પાઈલેશન શાના કરે? રાધા અને કૃષ્ણ અને પીળાં પીતાંબરો અને મોરમુગટબંસીઓમાંથી તેઓ ઊંચા આવે ત્યારે ને? મરસિયા પણ સ્ત્રીઓ દિલથી ગાતી હતી. કોઈને ત્યાં ખરખરો કરવા માટે ડઝનેક સ્ત્રીઓ ખાસ કોચ્સ્યુમ (કાળા સાલ્લા) પહેરીને એક ગામથી બીજે ગામ આવતી. ખારા કૂવાનો ખાંચો (મોડ) આવે ત્યાં સુધી તેઓ એકબીજીના હાથમાં તાળીઓ દેતી અને તરેહતરેહની જોક્સ કરતી અને હસતીગાતી થનગનતી હાલી આવે. જેવો ખારા કૂવોનો ખાંચો આવે અને મોઢવાડાની ગાંધીફળીની સરહદ ઓળંગાય કે તરત જ આ આજન્મ અભિનેત્રીઓનો મૂડ અને સૂર બદલાઈ જાય. માથે ઓઢી લે તેઓ. હાસ્ય અને શૃંગાર એકાએક કરૂણમાં પલટાઈ જાય. કાણે આવી છે તેઓ. એકાએક તેઓ પોક મૂકે અને મરનારનાં ગુણગાન ગાતી જાય તથા છાતી ફૂટતી જાયઃ ‘હાય હાય’. ઉત્કૃષ્ટ અભિનય. એમ જ લાગે જાણે કે હમણાં આ સઘળી બાઈડિયુંને હાર્ટફેઈલ થઈ જશે. તમે તો આવા હતા અને તમે તો તેવા હતા અને તમારા વિના હવે આ જીવતરનાં શું રહ્યું છે એમ ગાઈ ગાઈને તેઓ તારસ્વરે કરૂણ ગાન ગાતી જાય. મરનારની સ્ત્રીની આંખ કોરીકટાક હોય પણ કાણે આવેલી આ સ્ત્રીઓ મરસિયા ગાય એટલે આવું દરેક જૂથ આવે ત્યારે પેલી તાજ્જી વિધવાએ આંખમાંથી આંસુ સારવાં જ પડે. નહિતર મરસિયાવાળી બાઈડુયું ટિપ્પણી કરેઃ મૂઈ કેવી નીંભર છે? ભાયડા જેવો ભાયડો એનો ફાટી પડ્યો અને રાંડની આખ્યુમાંથી એક ટીપુંય પડતુ નથી, કાં તો ઈણે જ આલ્યાને ઘોળીને પાઈ દીધું હશે.