સુપ્રીમ કોર્ટએ કોવિડ-19 (Covid-19)ની વિરુદ્ધ ઉપયોગમાં લેવામાં આવતી વેક્સીનને લઈ વિગતો માંગી છે. કોર્ટે વેક્સીનની કિંમતોને લઈ ખરીદી સુધીની તમામ જાણકારી રજૂ કરવા માટે કહ્યું છે. ભારતમાં હાલ કોવેક્સીન , કોવિશીલ્ડ અને સ્પૂતનિક Vનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ, જસ્ટિસ એલ.એન. રાવ અને જસ્ટિસ એસ. રવીન્દ્ર ભટની વિશેષ બેન્ચ કેસની સુનાવણી કરી રહી હતી.
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને એક રિપોર્ટ તૈયાર કરવા માટે કહ્યું છે, જેમાં ભારતમાં ઉપયોગમાં લેવાતી વેક્સીનની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કિંમતોની તુલના કરવામાં આવી હોય. કોર્ટે સરકારને પોતાની નિતિ નિર્ધારણથી સંબંધિત દસ્તાવેજ અને ફાઇલ નોટિંગ્સ પણ તૈયાર કરવા માટે કહ્યું છે. આ ઉપરાંત કોર્ટે કોવેક્સીન, કોવિશીલ્ડ અને સ્પૂતનિક-Vની અત્યાર સુધીની ખરીદીની જાણકારી આપવા માટે પણ કહ્યું છે. સાથોસાથ સરકારને 31 ડિસેમ્બર 2021 સુધીમાં વેક્સીનની અંદાજિત ઉપલબ્ધતાની જાણકારી તૈયાર કરવા માટે પણ કહેવામાં આવ્યું છે.