અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંસદના બન્ને ગૃહો – હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્ઝ અને સેનેટને સંબોધન કરતા 2020ની રાષ્ટ્રપતિની ચૂંટણીના પ્રચારનો શંખ ફૂંક્યો છે. ટ્રમ્પે ત્રીજી વખત સ્ટેટ ઓફ યુનિયનને સંબોધન કર્યું છે. ટ્રમ્પના સંબોધનની શરૂઆત અગાઉ સ્પીકર નેન્સી પેલોસીએ અભિવાદન માટે હાથ મિલાવવા પોતાનો હાથ આગળ લંબાવ્યો હતો, ટ્રમ્પે તે વખતે સ્પીકરને નજર અંદાજ કરી દીધા હતા. દરમિયાન ટ્રમ્પના ભાષણ બાદ સ્પીકર પેલોસીએ પણ ટ્રમ્પનો વિરોધ કરતા તેમના ભાષણના કાગળને ફાડ્યો હતો. આમ અમેરિકાની સંસદમાં વિરોધનો પવન ફૂંકાતો જોવા મળ્યો હતો.