IAF એટલે ભારતીય વાયુસેનાના પ્રમુખ એર ચીફ માર્શલ એ.પી સિંહ લડાકૂ વિમાન તેજસ બનાવનારી કંપની હિન્દુસ્તાન એરોનૉટિક્સ લિમિટેડ(HAL)થી નારાજ છે. સાથે જ તેમણે વિમાનની ડિલિવરીમાં થઈ રહેલા વિલંબને લઈને ખુલીને નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે, મને કંપની પર વિશ્વાસ નથી રહ્યો. જોકે, આ પહેલીવાર નથી જ્યારે HAL (હિન્દુસ્તાન એરોનૉટિક્સ લિમિટેડ) તરફથી મોડું થવાના કારણે સેનાના પ્રમુખ દ્વારા ટીકા કરવામાં આવી હોય.