અમદાવાદના ઈન્ટરનેશનલ ફ્લાવર શૉને વર્લ્ડ લાર્જેસ્ટ ફ્લાવર બુકે માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત થયુ છે. 10.24 મીટર હાઈટ તથા 10.84 મીટર ત્રિજ્યાવાળા ફ્લાવર બુકેને વિશ્વના સૌથી મોટા ફ્લાવર બુકે તરીકે સ્થાન મળ્યુ છે. અગાઉ આ પહેલા આ રેકોર્ડ યુનાઈટેડ આરબ એમિરેટસની અલ-એઈન મ્યુનિસિપાલિટીના નામ ઉપર હતો.
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજીત કરવામાં આવેલા ફ્લાવર-શો-2025ને સતત બીજા વર્ષે વૈશ્વિક બહુમાન પ્રાપ્ત થયુ છે. ગત વર્ષે આયોજીત કરવામાં આવેલા ફ્લાવર શૉમાં સૌથી લાંબી ફ્લાવર વોલ માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું. સતત બીજા વર્ષે ફ્લાવર શૉમાં વિશ્વના સૌથી મોટા ફ્લાવર બુકને લઈ સિદ્ધિ મળી છે.