રાજ્યસભામાં ભારે હોબાળો વચ્ચે આજે કૃષિ બિલો પાસ કરવામાં આવ્યા છે. ખેતી-ખેડૂતો સાથે જોડાયેલા ત્રણ અગત્યના બિલ કૃષિ ઉપજ વેપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સરળીકરણ) બિલ, 2020 અને કૃષિ (સશક્તિકરણ અને સંરક્ષણ) કિંમત આશ્વાસન અને કૃષિ સેવા પર કરાર બિલ, 2020 રાજ્યસભામાં ધ્વનિ મતથી પાસ થઈ ગયા છે. બિલને લઈ વિપક્ષી પાર્ટીઓના નેતા વેલમાં આવીને નારેબાજી કરવા લાગ્યા અને ઉપ-સભાપતિની પાસે કાગળના ટુકડાઓ ઉછાળ્યા. આ દરમિયાન ઉપ-સભાપતિ પાસે ઉપસ્થિત માર્શલોએ તેમને રોક્યા તો હળવું ઘર્ષણ થયું. ઘર્ષણ દરમિયાન જ ઉપસભાપતિની સામેવાળું માઇક તૂટી ગયું.