ખેડૂતો અને શ્રમિકોની સમસ્યાઓ લઈ ઉત્તર પ્રદેશના સહારનપુરથી દિલ્હી સુધી પદયાત્રા કરી રાજધાની પહોંચેલા હજારો ખેડૂતો અને શ્રમિકોની ૧૫માથી પાંચ માગણી કેન્દ્ર સરકારે સ્વીકારી લેતાં ખેડૂતોએ આંદોલન સમાપ્ત કરવાની જાહેરાત કરી હતી. શનિવારે દિલ્હી પહોંચેલા ખેડૂતોના ૧૧ સભ્યોના પ્રતિનિધિમંડળે કૃષિ ભવન ખાતે મંત્રાલયના અધિકારીઓ સાથે મુલાકાત કરી પોતાની માગણીઓનું આવેદનપત્ર રજૂ કર્યું હતું. અધિકારીઓએ પાંચ માગણીઓ સ્વીકારી તાત્કાલિક ઘટતું કરવાનું આશ્વાસન આપતાં ખેડૂતોએ આંદોલન સ્થગિત કરવાની જાહેરાત કરી હતી.