રાજ્યમાં અલગ અલગ જગ્યાએથી પકડાયેલ શંકાસ્પદ નકલી ઘી અને ડ્રગ્સ મુદ્દે ઋષિકેશ પટેલે આજે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, "તહેવારોમાં પહેલીથી જ ચેકિંગ કરવાની સૂચના અપાઈ હતી. અને પહેલેથી જ જ્યાં ઘી કે માવો બનતો હોય ત્યાં ચેકિંગ કરાઈ રહ્યું છે. નાના મોટા મેન્યુફેક્ચરિંગને તકલીફ ન થાય તે રીતે તપાસ થઈ રહી છે. નકલી ભેળસેળ વાળો માલ મેન્યુફેક્ચરિંગવાળા સુધી પહોંચે નહીં તેની ચિંતા કરાઈ છે."
4.5 કરોડનું કુલ નકલી ઘી, મસાલા, માવા પકડ્યા: તેમણે વધુમાં જણાવતા કહ્યું કે, "રાજ્યમાં કુલ 4.5 કરોડનું કુલ નકલી ઘી, મસાલા, માવા પકડ્યા છે. તહેવારોમાં દુકાનદારોને ઓછામાં ઓછી તકલીફ પડે તેવો પ્રયત્ન છે. સૌથી વધારે ડ્રગ્સ પકડવાનું ગુજરાતમાં શક્ય બન્યું છે. ગૃહ વિભાગ અને હર્ષભાઈ સંઘવી સતત મોનીટરીંગ કરી રહ્યા છે. આખે આખું નેટવર્ક પકડી વધુમાં વધુ કડક પગલાં લેવાના સરકારના પ્રયત્નો છે."