ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના પ્રયાગરાજથી ભાજપના સાંસદ રીતા બહુગુણા જોશી (Rita Bahuguna Joshi) ની પૌત્રીનું ફટાકડાથી દાઝી ગયા બાદ આજે સવારે સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. તેમની પુત્રી આઠ વર્ષ હતી અને સવારે જ તેને સારવાર માટે દિલ્હી લઈ જવાઈ હતી.
રીતા બહુગુણા જોશી પ્રયાગરાજથી ભાજપના સાંસદ છે અને તેમના પુત્ર મયંક જોશીની આઠ વર્ષની પુત્રી દિવાળીના દિવસે ફટાકડા ફોડતી વખતે દાઝી ગઈ હતી. કહેવાય છે કે દિવાળીની રાતે બાળકીએ ફેન્સી ડ્રેસ પહેર્યો હતો. અન્ય બાળકો સાથે તે ધાબે રમવા ગઈ હતી. એવી આશંકા છે કે તે વખતે એક ફટાકડાની ચિંગારી બાળકીના કપડાં પર પડી અને અકસ્માતનો ભોગ બની. પૌત્રીને તરત હોસ્પિટલ લઈ જવાઈ હતી. ડોક્ટરોએ જણાવ્યું કે તે 60 ટકા દાઝી ગઈ છે.