ભારતના 72મા ગણતંત્ર દિવસે (Republic Day) આ વર્ષે કોઈપણ દેશના રાષ્ટ્રપ્રમુખ મુખ્ય મહેમાન તરીકે હાજર રહેશે નહીં. વિદેશ મંત્રાલયે એક નિવેદન બહાર પાડ્યું છે કે કોરોના વાયરસને લીધે આ વર્ષે ગણતંત્ર દિવસે મુખ્ય અતિથિ તરીકે વિદેશી રાષ્ટ્ર પ્રમુખ અથવા સરકારના વડાને આમંત્રિત નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
છેલ્લા 55 વર્ષોમાં એટલે કે વર્ષ 1966 બાદ આ પહેલીવાર બનશે જ્યારે ભારતનો ગણતંત્ર દિવસ મુખ્ય મહેમાન વિના ઉજવાશે. તે પહેલાં બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જ્હોનસન ગણતંત્ર દિવસની ઉજવણીના મુખ્ય મહેમાન બનવાના હતા, પરંતુ તેમણે કોરોનાથી તેમના દેશની કથળતી પરિસ્થિતિને કારણે પ્રવાસ રદ કર્યો હતો.