છેલ્લા ૨૦ વર્ષથી મુંબઈ ની ધરતી પર દબદબાભેર યોજાતા વિશ્ર્વ ના સૌથી મોટા અને સૌથી સીનીયર ટ્રાન્સમીડીયા એવોર્ડ ની ટીમ દ્વારા *૨૧ મા વાર્ષિક ટ્રાન્સમીડીયા ગુજરાતી સ્ક્રીન અને સ્ટેજ એવોર્ડ ૨૦૨૩* ના ગુજરાતી ફિલ્મો તથા મુંબઈ અને ગુજરાત ના નાટકો ના નોમીનેશન આજે જાહેર કરવામાં આવ્યા..
તારીખ ૧ જાન્યુઆરી ૨૦૨૩ થી તારીખ ૩૧ ડીસેમ્બર વચ્ચે સિનેમા અને ઓટીટી પર રીલીઝ થયેલી ગુજરાતી ફિલ્મો તથા ગુજરાત અને મુંબઈ ના નાટકોની એન્ટ્રી મંગાવવામાં આવેલી..
આ વર્ષે કુલ ૪૨ જેટલી સીનેમાઘરો માં રીલીઝ થયેલી તથા ૨ ઓટીટી પ્લેટફોર્મ રીલીઝ થયેલી ગુજરાતી ફિલ્મો ની અધીકૃત એન્ટ્રી મળેલી..એ જ રીતે મુંબઈ અને ગુજરાત માં વર્ષ દરમ્યાન રીલિઝ થયેલા મોટાભાગના નાટકોની પણ એન્ટ્રી મળેલી..
તટસ્થ જ્યુરી દ્વારા કુલ ૪૨ ફિલ્મો તથા બે ઓટીટી ની ફિલ્મો નું ચોક્કસાઇ પુર્વક સ્ક્રીનીંગ કરી આજે વિધીવત રીતે નોમીનેશન જાહેર કરવામાં આવ્યા..
કુલ ૪૨ ફિલ્મો માંથી, ૨૦ + ૨ એમ કુલ ૨૨ ફિલ્મો ને અલગ અલગ સંખ્યામાં નોમીનેશન મળ્યા છે..
સૌથી વધુ ૧૪ જેટલા નોમીનેશન મેળવીને સૌલસુત્ર પ્રોડક્શન ની ફિલ્મ 'કચ્છ એક્સપ્રેસ' સૌથી આગળ રહી છે..
જ્યારે ૯ - ૯ નોમીનેશન સાથે 'હું ઇકબાલ', 'શુભ યાત્રા' અને 'હું અને તું' બીજા નંબર પર રહી છે..
આ ઉપરાંત ૮ નોમીનેશન સાથે 'લકીરો'
૬ - ૬ નોમીનેશન સાથે 'કર્મ', 'મીરા' તથા 'બચુભાઈ'
૫ નોમીનેશન સાથે 'ચલ મન જીતવા ૨'
૪ - ૪ નોમીનેશન સાથે 'હરી ઓમ હરી' તથા 'હેલ્લો'
૩ - ૩ નોમીનેશન સાથે 'આગંતુક' અને 'સરપંચ'
૨ - ૨ નોમીનેશન સાથે 'વેલકમ પુર્ણિમા' અને 'કોગ્રેચ્યુલેશન્સ'
અને ૧ - ૧ નોમીનેશન સાથે 'જય શ્રી ક્રિષ', 'ચાર ફેરા નું ચકડોળ', 'વર પધરાવો સાવધાન', 'પોપટ' અને 'કહી દે ને પ્રેમ છે' સ્પર્ધા માં છે..
ટ્રાન્સમીડીયા ની પ્રણાલી મુજબ આ વર્ષે ગુજરાતી ફિલ્મ, ટેલિવિઝન ના ખુબ સીનીયર કલાકાર *આદરણીય શ્રી અનંગ દેસાઈ* તથા 'કહાની ઘર ઘર કી' થી પ્રખ્યાત થયેલા બા, *આદરણીય લીલી પટેલ* ને આ વર્ષે લાઇફ ટાઇમ એચીવમેન્ટ એવોર્ડ થી નવાજવાનુ નક્કી કરવામાં આવ્યું છે..
પ્રતિ વર્ષ અપાતો સ્વ. ગોવિંદભાઈ પટેલ મહારથી એવોર્ડ આ વર્ષે બોલીવુડ ના જાણીતા કલાકાર *શ્રી શર્મન જોષી* ને આપવાનું નક્કી કરવામાં આવ્યું છે..
સંગીત બેલડી સ્વ.મહેશ - સ્વ. નરેશ ના નામથી અપાતો મહેશ - નરેશ એવોર્ડ આ વર્ષે યુવા સંગીતકારો *સંજીવ - દર્શન* ને આપવાનું નક્કી કરવામાં આવ્યું છે..
૨૦૨૩ માં રીલીઝ થયેલી બોલીવુડ ના જાણીતા દિગ્દર્શક રાજકુમાર સંતોષી દિગ્દર્શીત હીન્દી ફિલ્મ ગાંધી - ગોડસે માં ગાંધીજી નું પાત્ર આબેહૂબ ભજવનાર ટ્રાન્સમીડીયા પરીવાર ના જ સદસ્ય એવા *દિપક અંતાણી* ને ટ્રાન્સમીડીયા વિશેષ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવશે..
આગામી ૨૪ ફેબ્રુઆરી એ મુંબઈ ખાતે ખાસ આમંત્રિતો ની ઉપસ્થિતિ માં યોજાનાર આ ભવ્ય સમારંભ માટે ટ્રાન્સમીડીયા ના સી.એમ.ડી. શ્રી જસ્મીન શાહ ના નેતૃત્વ હેઠળ રાજુ સાવલા, અભિલાષ ઘોડા, દિપક અંતાણી , વિજય રાવલ ફરી એકવાર આ ઇવેન્ટ ને સફળ બનાવવા સંપૂર્ણ કટીબદ્ધ છે તેમ ટ્રાન્સમીડીયા ની એક યાદી માં જણાવવામાં આવ્યું છે..
આ સાથે , મુંબઈ નાટક, ગુજરાત નાટક તથા ગુજરાતી ફિલ્મો ના નોમીનેશન ની વિગતો સામેલ છે..
વધુ વિગતો માટે..
અભિલાષ ઘોડા : ૯૮૯૮૦૩૨૪૪૩
દિપક અંતાણી : ૯૯૧૩૯૦૦૩૦૦
વિજય રાવલ : ૯૮૨૦૨૯૨૭૪૩