મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં વર્ષ 2008માં થયેલા આતંકી હુમલાની આજે 13મી વરસી છે. આ હુમલાને ભારતના ઇતિહાસનો સૌથી ભયાનક આતંકી હુમલો કહેવામાં આવે છે. આ ઘટના વિશે વાંચતા કે ફિલ્મોમાં તેનું રૂપાંતરણ જોતાં જ લોકોના રૂંવાડા ઊભા થઈ જાય છે. વર્ષ 2008માં 26 નવેમ્બરના દિવસે 10 પાકિસ્તાની આતંકવાદીઓ સમૃદ્ર માર્ગે મુંબઈ પહોંચ્યા હતા અને કેટલાંય સ્થાનો પર અંધાધુંધ ગોળીબાર કર્યો હતો જેમાં 18 સુરક્ષાકર્મી સહિત 166 લોકો માર્યા ગયા હતા. આ ઉપરાંત, ઘાયલ થનારા લોકોની સંખ્યા પણ ઘણી છે.