ભારત અને વેસ્ટ ઇંડિઝ વચ્ચે આવતીકાલે અહીં મોટેરા સ્ટેડિયમ પર રમાનાર ત્રણ વન-ડેની શ્રેણીની પ્રથમ વન ડે ભારતીય ક્રિકેટ ઈતિહાસની 1,000મી વન ડે ઈન્ટરનેશનલ હશે.
અમદાવાદ જોડે તે રીતે ભારતીય ક્રિકેટનો વિશિષ્ટ સંયોગ કહી શકાય કે ભારતની ભૂમિ પરની સૌપ્રથમ વન ડે ઈન્ટરનેશનલ પણ અમદાવાદમાં જ રમાઈ હતી. 1981ની તે સાલમાં મોટેરા સ્ટેડિયમ નહતું અને નવરંગપુરા વિસ્તારમાં આવેલા સરદાર પટેલ સ્ટેડિયમના ગ્રાઉન્ડ પર ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે તે મેચ રમાઈ હતી. જેમાં ઈંગ્લેન્ડનો વિજય થયો હતો.