અદાણી જૂથ વિરુદ્ધ હિન્ડનબર્ગ રિસર્ચના રિપોર્ટ મુદ્દે વિપક્ષે કેન્દ્ર સરકારને ઘેરતા હોબાળો મચાવેલો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા પછી ગુરુવારે રાજ્યસભામાં પણ વિપક્ષ પર વરસ્યા હતા અને વિપક્ષી સાંસદોના હોબાળા પર નિશાન સાધ્યું હતું. રાજ્યસભામાં પણ શાયરાના અંદાજમાં પીએમ મોદીએ કહ્યું, 'તેમની પાસે કાદવ હતો, મારી પાસે ગુલાલ. જેની પાસે જે હતું તે ઊછાળ્યું. એ સાચી વાત છે કે તમે જેટલો કીચડ ઉછાળશો, કમળ તેટલું જ ખીલશે. કમળ ખીલવામાં વિપક્ષનું પણ મહત્વનું યોગદાન રહ્યું છે.'