BCCIના અધ્યક્ષપદેથી બરખાસ્ત કરાયેલા અનુરાગ ઠાકુર હિમાચલ પ્રદેશ ઓલિમ્પિક સંઘના અધ્યક્ષ બન્યા છે. સંઘની વાર્ષિક બેઠકમાં તેમને અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા. ચૂંટણીમાં વીરેન્દ્ર કંવરને ઉપાધ્યક્ષ અને રાજેશ ભંડારીને મહાસચિવ બનાવવામાં આવ્યા છે. સંઘે હિમાચલમાં ઓલિમ્પિક ભવન બનાવવા અને નેશનલ ગેમ્સની તરાહ પર જ રાજ્ય ઓલિમ્પિક મહોત્સવ યોજવાનું નક્કી કર્યું છે.