ગુજરાતની સ્કૂલોમાં એનસીઈઆરટીનો અભ્યાસક્રમ ક્રમશઃ લાગુ કરવામાં આવી રહ્યો છે, ત્યારે આગામી વર્ષ-2૦19ના નવા શૈક્ષણિક સત્રમાં ધોરણ.1થી 12ના તમામ માધ્યમોમાં 229 જેટલી ચોપડીઓ બદલાશે તેવુ શિક્ષણ બોર્ડના સૂત્રો જણાવી રહ્યાં છે. ગુજરાતી માધ્યમમા ધોરણ.2, 4 અને 6 તેમજ ધોરણ.9થી 12ના કુલ 37 પુસ્તકો બદલાશે. જ્યારે અંગ્રેજી માધ્યમમાં ધોરણ.1થી 12ના 54 જેટલા પાઠયપુસ્તકો બદલવામાં આવશે. અંગ્રેજી, હિન્દી, ગુજરાતી, ઉર્દુ, મરાઠી અને સંસ્કૃત માધ્યમના મળીને કુલ 229 પુસ્તકોમાં ફેરફાર થશે.
ઉલ્લેખનીય છે કે, નેશનલ લેવલે લેવામાં આવતી પરીક્ષાઓનો અભ્યાસક્રમ એનસીઈઆરટીના પાઠયપુસ્તકોમાંથી જ પસંદ કરવામાં આવતો હોવાથી ગુજરાતના વિદ્યાર્થીઓને ખુબ જ મુશ્કેલી પડતી હોય છે. કારણ કે, ગુજરાત બોર્ડ અને એનસીઈઆરટીના અભ્યાસક્રમમાં ઘણો જ ફેરફાર છે. જેથી ગુજરાત બોર્ડમાં પણ એનસીઈઆરટીના પુસ્તકો ભણાવવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે.