Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં તુવેરની ખરીદીમાં કૌંભાડ થઇ રહ્યું છે તેનું ભૂત અનેક જગ્યાએ ધૂણી રહ્યું છે . જેમાં સરકારના અનેક મળતિયાઓ સામેલ છે. એક ફરીથી તળાજાના માર્કેટિંગ યાર્ડમાં અન્ન અને નાગરિક પુરવઠા નીગમ દ્વારા તુવેરની ટેકાના ભાવે 14/04/2019 સુધી ખરીદી કરવામાં આવી હતી જેમાં તળાજાના માર્કેટિંગ યાર્ડમાં અત્યારે અંદાજે 10,000 જેટલી  બોરીઓ આજે તારીખ 5/5/2019 ના દિવસ સુધી પડી રહી છે અને એમાં મોટાભાગની  બોરીઓની અંદર  નક્કી કરેલી ગુણવત્તા મુજબની તુવેર નથી

આ અંગે કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયા દ્વારા આજે સવારે 11 વાગ્યા આસપાસ મુલાકાત લીધી ત્યારે ત્યાં અંદાજે 10,000 તુવેર ભરેલી બોરીએ  હતી તે ઉપરાંત રવિવારનો દિવસ હોવા છતાં સેમ્પલ સિલિંગની કામગીરી ચાલી રહી હતી. વધુ તેઓએ જણાવ્યું હતું કે રવિવારે રજાના દિવસે ટેકાના ભાવે ખરીદી બંધ રહેતી તો સેમ્પલ સિલિંગની કામગીરી રવિવારે કેમ...? જે સેમ્પલ રોજે રોજ સીલ કરવાના હતા તે  21 દિવસ બાદ સિલિંગ કેમ કરવામાં આવતા હતા....? શુ સેમ્પલ બદલવાની કામગીરી ચાલતી હતી....? સેમ્પલમાં ગોલમાલ કરવામાં આવતી હતી...? અને ૧૪ એપ્રિલના દિવસે તુવેરની ખરીદી કરવામાં આવી હતી હજી સુધી કેમ પડી રહી છે તેવા અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ