ભારતે સાઉથ આફ્રિકા સામેની બીજી ટેસ્ટ મેચ બીજા જ દિવસે જીતીને ટેસ્ટ શ્રેણી ૧-૧ થી સરભર કરવામાં સફળતા મેળવી હતી. જો કે, આ ટેસ્ટમાં કેટલાક ઐતિહાસિક રેકોર્ડ પણ સર્જાયા. આ ટેસ્ટ મેચ માત્ર ૬૪૨ બોલમાં (૧૦૭ ઓવરો) પૂરી થઈ અને ક્રિકેટ ઇતિહાસની તે સૌથી ઓછી ઓવરો કે બોલમાં પરિણામ આવ્યું હોય તેવી ટેસ્ટમેચ બની છે. અગાઉનો રેકોર્ડ પણ ૬૫૬ બોલનો ૧૯૩૧-૩૨માં ઓસિ.- સાઉથ આફ્રિકા વચ્ચેનો હતો.