વૈશ્વિક ટેકનોલોજી ક્ષેત્રે એલન મસ્કના વડપણ હેઠળની ટેસ્લા કંપની કંઇક ઔતિહાસિક એટલે કે મૂનશોટ કરશે તેમ અમેરિકન ટેકનોલોજી કંપની એપલના કો-ફાઉન્ડર સ્ટીવ વોજનિએકે કહ્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે ટેસ્લા ટેકનોલોજી ક્ષેત્રે સૌથી ઇનોવેટિવ પ્રોડક્ટ બનાવશે. ટેસ્લાની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ડ્રિવેન સેલ્ફ ડ્રાયવિંગ કાર, હાઈપરલૂપ ટ્રાન્સપોર્ટેશન ટેકનોલોજી અને ટ્રાફિકથી બચાવતી અન્ડરગ્રાઉન્ડ ટનલ સીસ્ટમ સાથે કંઈક ઐતિહાસિક કરશે.