પાકિસ્તાનમાં આતંકવાદી હુમલા અટકવાનું નામ લેતા નથી, ત્યારે અશાંત બલુચિસ્તાન (Baluchistan) પ્રાંતના બંદર શહેર ગ્વાદરમાં આતંકવાદી હુમલો થયો છે. અજાણ્યા બંદુક ધારીઓએ આડેધડ ગોળીબા કરતા ઓછામાં ઓછા સાત શ્રમિકોના મોત અને એક ઈજાગ્રસ્ત થયો છે. કયા આતંકવાદી સંગઠને આતંકી હુમલો કર્યો, તેની હજુ કોઈ માહિતી સામે આવી નથી.