જમ્મુ-કાશ્મીરમાંથી 5મી ઑગસ્ટે સરકારે વિશેષ રાજ્યનો દરજ્જો અપાવતી બંધારણની કલમ-370 અને 35-A રદ કરી ત્યાર બાદ પહેલી વાર આતંકવાદી ઘટના સામે આવી છે. પ્રાપ્ત અહેવાલો મુજબ સંદિગ્ધ આતંકીઓએ વિચરતીજતી ગુજ્જર પ્રજાતિના બે યુવાનોનું અપહરણ કરી તે પૈકીના એકને મોતને ઘાટ ઉતારી નાંખ્યો છે. આતંકીઓએ યુવાનોને પુલાવા જિલ્લાના જંગલ વિસ્તારમાંથી ઉપાડી લીધા હોવાના અહેવાલો છે.
પોલીસના જણાવ્યા મુજબ પુલવામા જિલ્લાના ત્રાલમાં કામચલાઉ આશ્રય સ્થાન કાર્યરત છે. આતંકવાદીઓેએ આ આશ્રય સ્થાનમાંથી અબ્દુલ કાદ્દીર કોહલી અને મંઝૂર અહેમદ ખુનમોહનું અપહરણ કર્યુ હતું. આ બંને યુવાનો રાજૌરીના રહેવાસી હતા. અજાણ્યા બંદૂકધારીએએ યુવાનોનું અપહરણ કર્યા બાદ અબ્દુલ કાદ્દીર કોહલીનો મૃતદેહ મળી આવ્યો છે.