જમ્મુ કાશ્મીરના ઉધમપુર ટાઉનમાં કોર્ટ કોમ્પ્લેક્સ પાસે એક વિસ્ફોટ થયો હતો જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. જ્યારે ૧૫ લોકો ઘવાયા હતા. આ ઘટના સ્લેથિયા ચોકમાં આવેલી કોર્ટ પાસે બપોરે એક વાગ્યે બની હતી. જ્યારે બીજી તરફ શ્રીનગરમાં પણ આતંકીઓ દ્વારા એક સરપંચની હત્યા કરવામાં આવી હતી, આ હત્યાની જવાબદારી લશ્કરે તોયબાના સંગઠન ટીઆરએફ દ્વારા લેવાઇ હતી.