જમ્મુ-કાશ્મીરના GDP આરઆર સ્વેને સોમવારે ઘાટીની પ્રાદેશિક પાર્ટીઓ પર મોટો આરોપ લગાવ્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે, આ પાર્ટીઓના કારણે જ પાકિસ્તાની આતંકવાદીઓ કાશ્મીરમાં ઘૂસણખોરી કરવામાં સફળ થયા છે. તેમણે એ પણ આરોપ લગાવ્યો કે, મુખ્યધારાની રાજકીય પાર્ટીઓએ આતંકી નેતાઓને તૈયાર કર્યા જેથી તેઓ ચૂંટણીમાં સારું પ્રદર્શન કરી શકે. તેમણે આરોપ લગાવ્યો કે, અહીં પાર્ટીઓએ વોટ મેળવવા માટે આતંકવાદને પ્રોત્સાહન આપ્યું. એક ન્યૂઝ એજન્સીએ DGPનો હવાલો આપતા જણાવ્યું કે, ઘાટીમાં કહેવાતા મુખ્યધારા અથવા પ્રાદેશિક રાજકારણના કારણે પાકિસ્તાન કાશ્મીરમાં ઘૂસણખોરી કરવામાં સફળ રહ્યું છે. એ દર્શાવવા માટે પર્યાપ્ત પુરાવા છે કે, ઘણા લોકોએ સસલાં સાથે દોડવાની અને ભેડિયા સાથે શિકાર કરવાની કલા શીખી લીધી હતી, જેના કારણે સામાન્ય માણસ અને સુરક્ષા દળ બંને જ ડરી ગયા હતા અને મૂંઝવણમાં મૂકાઈ ગયા હતા. હવે DGPના આ આરોપથી ખળભળાટ મચી ગયો છે.