આર્મી ચીફ બિપીન રાવતે કહ્યું કે પાકિસ્તાને બાલાકોટમાં આતંકી કેમ્પો ફરીથી સક્રિય કર્યા છે. ચેન્નાઈમાં એક કાર્યક્રમમાં આર્મી ચીફે કહ્યું કે ભારતની એરસ્ટ્રાઈકમાં બાલકોટમાં આતંકવાદી કેમ્પનો નાશ કરવામાં આવ્યો હતો. જોકે છેલ્લા આઠ મહીનામાં પાકિસ્તાને આ જગ્યા પર ફરીથી આતંકી પ્રવૃતિઓ શરૂ કરી દીધી છે. 26 ફેબ્રુઆરીએ ભારતે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના બાલાકોટમાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી હતી. આ સ્ટ્રાઈકમાં જૈશના ટ્રેનિંગ કેમ્પનો નાશ કરવામાં આવ્યો હતો.