બિહારની રાજધાની પટનામાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (પીએફઆઇ)ના એક બિલ્ડિંગમાં બાંગ્લાદેશી આતંકી સંગઠન જમીયત-ઉલ-મુજાહિદ્દીન (જેએમબી)ના મોડયૂલ પર ભારતીય યુવાઓને આતંકવાદની તાલિમ આપવામાં આવી રહી હોવાનું ખુલ્યું છે. માર્શલ આર્ટના બહાને હથિયારો ચલાવવા અને હિંસા ફેલાવવાની તાલિમ આપવામાં આવી રહી હતી. હવે આ મામલાની તપાસ એનઆઇએ દ્વારા કરવામાં આવી શકે છે.
સાથે જ આ મામલામાં ધરપકડ કરાયેલાઓની પૂછપરછમાં અન્ય મોટા ખુલાસા પણ થયા છે. પટના ટેરર મોડયૂલમાં થયેલા ખુલાસા મુજબ ગજવા-એ-હિન્દ નામનું ગ્રુપ બનાવીને તેમાં પાકિસ્તાનીઓને જોડવાનું કાવતરુ ઘડાયંુ હતંુ. પોલીસે ફુલવારી શરીફના એક વ્યક્તિની ધરપકડ કરી છે પોલીસનો દાવો છે કે આરોપી ઇલિયાસ તાહિર ગજવા-એ-હિન્દ ગ્રુપ બનાવીને તેમાં પાકિસ્તાનીઓને સામેલ કરતો હતો. આ મામલામાં કુલ પાંચ જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે.