જમ્મુ-કાશ્મીરમાંથી 370ની કલમ બાદ પાકિસ્તાનની ઊંઘ હરામ થતા આતંકીઓ ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કરી શકે છે. આઇબીને ઇનપુટ મળતા ગુજરાતના દરિયાઇ વિસ્તારમાં એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે જ કચ્છની દરિયાઈ અને ખાડી બોર્ડર પર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. સાથે સાથે કોસ્ટ ગાર્ડને પણ એલર્ટ રહેવાના આદેશો આપવામાં આવ્યા છે.
ગુજરાતના દરિયાઇ વિસ્તારમાં એલર્ટના પગલે કચ્છના દરિયામાં સુરક્ષા એજન્સીઓ દ્વારા રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ કરાઇ રહ્યું છે. જ્યારે કચ્છના માર્ગો પર પોલીસ દ્વારા દરેક વાહનોની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. કચ્છમાં કોઇપણ પ્રકારની દેશ વિરોધી પ્રવૃત્તિ ન ઘટે તેને ધ્યાનમાં રાખીને પોલીસ સતર્ક થઇ ગઇ છે. જાહેર સ્થળો પર સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.