જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં સીઆરપીએફ ટીમ પર આજે સવારે આતંકીઓએ હુમલો કર્યો છે. હુમલામાં એક જવાન ઈજાગ્રસ્ત થયો છે, જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જાણવા મળી રહ્યું છે કે શોપિયાં જિલ્લાના એક વિસ્તારમાં આતંકીઓએ અચાનક સુરક્ષાકર્મીઓ પર ફાયરિંગ શરૂ કરી દીધું. સુરક્ષાદળોએ આ વિસ્તારને ઘેરી લીધો છે. સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
એક દિવસ પહેલા જ જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં આતંકીઓએ ભાજપના કુલગામ કિસાન મોર્ચાના પ્રમુખ અને સરપંચ અને તેની પત્નીની ગોળી મારી હત્યા કરી દીધી. સોમવારે સાંજે આશરે ચાર કલાકે અનંતનાગ પોલીસને જિલ્લાના લાલચોક વિસ્તારમાં એક આતંકવાદી ઘટનાની સૂચના મળી, જ્યાં આતંકવાદીઓએ ભાજપના સરપંચ અને તેની પત્ની પર ગોળીઓ ચલાવી હતી.