જમ્મુ કાશ્મીરમાં પુલવામા ખાતે પમ્પોર બાયપાસ નજીક પેટ્રોલિંગ કરી રહેલા CRPFના કાફલા પર આતંકીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જેમાં બે જવાન શહીદ થયા હતા અને ૩ને ગંભીર ઈજા થઈ હતી. પમ્પોરના કાંધીજલ બ્રિજ પર બપોરે ૧૨.૫૦ કલાકે સીઆરપીએફની ૧૧૦ બટાલિયનના જવાનો તેમજ કાશ્મીર પોલીસના જવાનો રોડ ઓપનિંગ ડયૂટી કરી રહ્યા હતા ત્યારે કેટલાક આતંકીઓ દ્વારા આડેધડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં બે જવાન શહીદ થયા હતા અને ૩ ઘવાયાં હતાં. કુલ પાંચ જવાનો પૈકી બે જવાન સારવાર દરમિયાન શહીદ થયાં હતાં જેમની ઓળખ એએસઆઈ ગોરખનાથ તેમજ કિપગંક તરીકે થઈ હતી. અન્ય ૩ જવાનોને સારવાર માટે આર્મી હોસ્પિટલમાં લઈ જવાયા હતા.