Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આતંકવાદીઓએ સેનાના વાહન પર આડેધડ ગોળીબાર કરતા સેનાએ પણ વળતો ફાયરિંગથી જવાબ આપ્યો છે, જેમાં તમામ આતંકવાદીઓ ભાગવામાં સફળ થયા છે. પૂંછ સેક્ટરમાં સેનાનું વાહન પસાર થતું હતું, આ દરમિયાન હુમલાની ઘાત લગાવીને બેઠેલા આતંકીઓએ અચાનક હુમલો કર્યો છે.

જમ્મુ-કાશ્મીરમાં ફરી સેનાના પર આતંકી હુમલાની ઘટના સામે આવી છે. આતંકવાદીઓએ સેનાના વાહન પર આડેધડ ગોળીબાર કરતા સેનાએ પણ વળતો ફાયરિંગથી જવાબ આપ્યો છે, જેમાં તમામ આતંકવાદીઓ ભાગવામાં સફળ થયા છે. પૂંછ સેક્ટરમાં સેનાનું વાહન પસાર થતું હતું, આ દરમિયાન હુમલાની ઘાત લગાવીને બેઠેલા આતંકીઓએ અચાનક હુમલો કર્યો છે. 

શુક્રવારે સાંજે બનેલી ઘટના બાદ સેનાએ આતંકવાદીઓને શોધવા સર્ચઓપરેશન શરૂ કર્યું છે. આતંકવાદીઓને શોધવા પૂંછ જિલ્લાના આસપાસના વિસ્તારોને પણ ઘેરી લેવાયા છે. ઘટનાસ્થળે હાલ જમ્મુ-કાશ્મીર પોલીસ અને સેનાનો કાફલો પણ ખડકી દેવાયો છે. ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં જ સેના પર થયેલા હુમલામાં 3 જવાનો શહિદ થયા હતા.

ગત વર્ષે 21 ડિસેમ્બરે આતંકવાદીઓએ પૂંછના બફલિયાજ વિસ્તારમાં સેનાના બે વાહનો પર હુમલો કર્યો હતો, જેમાં સેનાના પાંચ જવાનો શહિદ થયા હતા, જ્યારે બે જવાનો ઈજાગ્રસ્ત થયા હતા. આતંકવાદીઓએ પહેલા ગ્રેન્ડ ફેંક્યા, આડેધડ ફાયરિંગ કર્યું, ત્યારબાદ જવાનોના હથિયારો પણ લઈને ભાગી ગયા હતા. આ હુમલાની જવાબદારી પાકિસ્તાન સમર્થિત પીપુલ્સ એન્ટી ફાસિસ્ટ ફ્રન્ટ (PAFF)એ લીધી હતી.

જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર સેના પર આતંકી હુમલાની ઘટના સામે આવી છે. પૂંછ સેક્ટરમાં સેનાના વાહન પર હુમલો કરવામાં આવ્યો હતો. શુક્રવારે સાંજે થયેલા આ હુમલા બાદ ઘાટીમાં આતંકીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. તમને જણાવી દઈએ કે હાલમાં જ સેના પર હુમલો થયો હતો, જેમાં ત્રણ જવાન શહીદ થયા હતા.

21મી ડિસેમ્બરે પણ આર્મીના વાહનોને નિશાન બનાવવામાં આવ્યા હતા

આ પહેલા ગયા વર્ષે 21 ડિસેમ્બરે આતંકવાદીઓએ પૂંચના બાફલિયાઝ વિસ્તારમાં સેનાના બે વાહનો પર હુમલો કર્યો હતો. જેમાં સેનાના પાંચ જવાન શહીદ થયા હતા. આતંકવાદીઓએ પહેલા ગ્રેનેડ ફેંક્યા અને પછી અંધાધૂંધ ગોળીબાર કર્યો. બે સૈનિકોના મૃતદેહ પણ વિકૃત કરવામાં આવ્યા હતા અને કેટલાક સૈનિકોના હથિયારો પણ લઈ ગયા હતા. પાકિસ્તાન સમર્થિત પીપલ્સ એન્ટી ફાસીસ્ટ ફ્રન્ટ (PAFF) એ આ હુમલાની જવાબદારી લીધી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ