જમ્મુ-કાશ્મીરના સોપોરમાં આતંકી હુમલામાં બે પોલીસ કર્મચારી શહીદ થઈ ગયા છે જ્યારે ત્રણ નાગરિકોનાં મોત થયા છે. સોપોરના અરમાપોરામાં આતંકીઓએ શનિવારે પોલીસ અને સીઆરપીએફની સંયુક્ત ટીમને નિશાન બનાવતા ખુલ્લો ગોળીબાર કર્યો હતો, જેમાં કુલ પાંચ લોકોના મોત થયા છે જ્યારે એક પોલીસ જવાન સહિત અન્ય ત્રણને ઈજા પહોંચી હતી. દરમિયાન જમ્મુ અને કાશ્મીરના પોલીસ મહાનિદેશક (ડીજીપી) દિલબાગ સિંહે કહ્યું હતું કે, સોપોરમાં સલામતી દળો પર થયેલા હુમલામાં લશ્કર-એ-તોઈબાનો હાથ છે. હુમલાખોર આતંકીઓને ઓળખી લેવાયા છે. સોપોરમાં આતંકી હુમલાને રાજકીય પક્ષોએ વખોડી કાઢ્યો હતો.