જમ્મુ-કાશ્મીરના લાવેપોરામાં સીઆરપીએફના જવાનો પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. આ આતંકવાદી હુમલામાં બે જવાનો શહીદ થયા હતા અને બે જવાનો ઈજાગ્રસ્ત થયા હતા. હુમલો કરીને નાસી ગયેલા આતંકવાદીઓને પકડવા માટે સુરક્ષાદળોએ આખો વિસ્તાર કોર્ડન કરીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
જમ્મુ-કાશ્મીરના શ્રીનગર-બારામુલ્લા હાઈવે નજીક સીઆરપીએફની ૩૭મી બટાલિયન પેટ્રોલિંગ કરી રહી હતી. એ વખતે શ્રીનગરના લાવેપોર વિસ્તારમાં આવેલા પરિમ્પોરા પોલીસ સ્ટેશન નજીક જવાનો પર અચાનક અંધાધૂંધ ગોળીબાર શરૃ થયો હતો. આ ફાયરિંગમાં બે જવાનો શહીદ થયા હતા અને બે જવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા.