જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ભયંકર અથડામણ દરમિયાન બે જવાન શહીદ થયો છે. જ્યારે બે જવાનો ઘાયલ થયા છે. કિશ્તવાડના ચટરુ વિસ્તારમાં આ એન્કાઉન્ટર ત્યારે શરૂ થયું હતું જ્યારે સુરક્ષા દળોએ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન કઠુઆ જિલ્લામાં આતંકવાદીઓ સાથેની અન્ય એક અથડામણમાં જવાનોએ બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા. અથડામણમાં નાયબ સૂબેદાર વિપિન કુમાર અને કોન્સ્ટેબલ અરવિંદ સિંહ શહીદ થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે.