વિક્રમી કરવેરા એકત્ર કર્યા હોવાનો આંકડો જાહેર કરવાની લાહ્ય અને આકારણીનો ઓર્ડર પસાર કરવાની મુદ્દતના ૩૦ દિવસ પહેલા ફરજીયાત નોટીસ પાઠવવી પડે એટલે દેશભરમાં રાજ્ય અને કેન્દ્રના ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) વિભાગ દ્વારા હજારોની સંખ્યામાં નોટીસ પાઠવવામાં આવી રહી છે. આડેધડ નોટીસ મળી રહી હોવાથી કોર્પોરેટ ક્ષેત્ર સ્તબ્ધ છે અને ટેક્સ પ્રોફેશનલ્સ આ ઘટનાક્રમને ટેક્સ ટેરરિઝમ સાથે સરખાવી રહ્યા છે. આ નોટીસો અનુસાર આકારણીનો કુલ આંકડો રૂપિયા એક લાખ કરોડને પાર થઇ જાય એવો અંદાજ છે.