સોશિયલ મીડિયાના ટ્વીટર હેન્ડલથી આતંકી ગતિવિધિઓ ચલાવતા સંદિગ્ધ 10 લાખ જેટલા એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ટ્વીટરે કહ્યું છે કે, ઑગસ્ટ 2015 અને ડિસેમ્બર 2017માં આ તમામ એકાઉન્ટ પરથી આતંકી ગતિવિધિઓ ચલાવાતી હતી. રૉયટરના ટ્વીટર પર આ જાણકારી આપતા ટ્વીટ કરવામાં આવ્યું છે કે, આતંકી ઘટનાઓને વેગ આપતા આવા તમામ ખાતાઓને સસ્પેન્ડ કરી દેવાયા છે.